ગુજરાત
News of Saturday, 17th November 2018

જોડીયા દરિયાનાં ખારા પાણીમાંથી દરરોજ ૧૦ કરોડ લીટર મીઠુ પાણી બનાવવાનાં પ્રોજેકટ માટે એમઓયુઃ વિજયભાઇ રૂપાણી

ગાંધીનગરમાં સમજુતી કરાર ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિકઃ મુખ્યમંત્રી

ગાંધીનગર, તા. ૧૭ : દરિયાના ખારા પાણીમાંથી પ્રતિદિન ૧૦ કરોડ લીટર મીઠું પીવાનું પાણી બનાવવાની ક્ષમતા ધરાવતો ગુજરાતનો સૌ પ્રથમ ડી-સેલીનેશન પ્લાન્ટ જામનગર જિલ્લાના જોડીયામાં કાયર્િાન્વત થશે. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજય સરકારના ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ અને એસ્સેલ ઇન્ફ્રાપ્રોજેકટસ લિમિટેડ વચ્ચે આજે ગાંધીનગરમાં આ પ્રોજેકટ માટે સમજૂતિ કરાર થયા હતા. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજનો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક દિવસ બની રહેશે એમ કહીને જણાવ્યું હતું કે, ગુજરાત પાણીની અછતવાળું રાજય નહીં પણ પુરતા પાણીવાળું રાજય બને એ માટે રાજય સરકારે અનેક પગલાં ભર્યા છે. દરિયો ધરતી તરફ આગળ વધી રહ્યો છે એમ કહેવાય છે, પરંતુ દરિયાના ખારા પાણીને મીઠું બનાવીને આપણે દરિયાને પાછો ધકેલવો છે. આવનારી પેઢીને કયારેય શ્નદુષ્કાળલૃશબ્દ ન સાંભળવો પડે એ રીતે ટેકનોલોજીનો મહત્ત્।મ ઉપયોગ કરીને આપણે દુકાળને ભૂતકાળ બનાવવો છે.

જામનગર જિલ્લાના જોડીયા ખાતે દૈનિક ૧૦ કરોડ લીટર દરિયાના ખારા પાણીને ડી-સેલીનેશન દ્વારા મીઠું પીવાનું પાણી બનાવવાના પ્રોજેકટ માટે આજે રાજય સરકારે એમ.ઓ.યુ. કર્યા પછી આગામી દિવસોમાં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં આ પ્રોજેકટનો શિલાન્યાસ કરાશે એવી જાહેરાત કરતાં મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં તામિલનાડું પછી ગુજરાત એક માત્ર એવું રાજય છે, જયાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનો પ્રોજેકટ શરૂ કરાશે. ગુજરાત પાસે ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયા કિનારો છે, આટલી વિશાળ જળરાશિનો ઉપયોગ કરીને ગુજરાતનો પાણીનો પ્રશ્ન કાયમ માટે હલ કરીને ગુજરાતને જળ સલામતિ પુરી પાડવાનું મારૃં સ્વપ્ન છે.

(2:57 pm IST)