News of Sunday, 17th October 2021
સાવલીના રાસાવાડી ગામે અકસ્માત બાદ બંને બાઇકમાં આગ ભભૂકી : એકનું મોત : ચાર યુવકો ગંભીર રીતે દાઝ્યા
વડોદરાના સાવલીના રાસાવાડી ગામે ભયાનક અકસ્માત સર્જાયો હતો. બે મોટર સાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અક્સમાતમાં ઘટના સ્થળે જ બંને મોટર-સાયકલમાં આગ ભભૂકી ઉઠી હતી.જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં 4 યુવકો ગંભીર રીતે દાઝી જતા, તેમને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા છે.ઘટના સ્થળે પહોચી ગયેલી પોલીસે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે
(10:59 pm IST)