News of Sunday, 17th October 2021
મહેસાણાના સતલાસણાના પટેલવાડી વિસ્તારમાં સ્કોર્પિયો ગાડી કુવામાં ખાબકી : 8 માસના બાળક સાથે મહિલાનું મોત
બાઈક સવારને બચાવવા જતા સ્કોર્પિયો ચાલકે કંટ્રોલ ગુમાવતા ગાડી કુવામાં ખાબકી: ગાડીમાં 10 લોકો સવાર હતા
મહેસાણાના સતલાસણા પાસે પટેલવાડી વિસ્તારમાં એક સ્કોર્પિયો ગાડી કૂવામાં ખાબકી ગઈ હતી. બાઈક સવારને બચાવવા જતા સ્કોર્પિયો ચાલકે કંટ્રોલ ગુમ્વતા ગાડી કુવામાં ખાબકી હતી. સ્કોર્પિયો ગાડીમાં 10 લોકો સવાર હતા.આ ઘટનામાં 8 માસના એક બાળક સાથે એક મહિલાનું મોત નિપજ્યું છે.સ્કોપિયો ગાડી કૂવામાં ખાબકવાની ઘટના વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળા એકત્રિત થયા હતા.
(10:54 pm IST)