ગુજરાત
News of Sunday, 17th October 2021

આદિજાતિ સર્ટીફીકેટ મુદ્દે સાંસદ મનસુખ વસાવાના નિવેદન બાદ નિમિષા સુથારએ કહ્યું- તેઓ વડીલ છે મારે કઈ કહેવાની જરૂર નથી

ભારતના બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્લેટ ફોર્મ પરથી પોતાના વિચારો રજૂ કરી શકે છે: નિમિષા સુથાર

અમદાવાદ : ગુજરાત ભાજપના પીઢ નેતા અને સિનિયર સાંસદ મનસુખ વસાવાએ મોરવા હડફના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી નિમિષા સુથારના આદિજાતિ પ્રમાણપત્ર મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા.મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના નેતાના જાતી મુદ્દે સવાલો ઉઠાવતા ખળભળાટ મચ્યો હતો.અત્રે એ ઉલ્લેખનીય છે કે હાલ નિમિષા સુથારના આદિજાતિ સર્ટિફિકેટ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે.ત્યારે ભાજપના જ સાંસદે એ મુદ્દે નિવેદન કરતા વિવાદ આગળ ધપ્યો છે એમ કહીએ તો ખોટું નથી.

મનસુખ વસાવાએ દશેરાના પર્વના દિવસે કાર્યકરો સમક્ષ જણાવ્યું હતું કે નિમિષા સુથાર ભલે ભાજપમાં હોય પણ પિતા આદીવાસી હતા કે નહીં એ મન્સ ખબર નથી, એમનું પરિવાર આદીવાસી નથી.છતાં પાર્ટીએ એમને ટીકીટ આપી મંત્રી બનાવ્યા કારણ એમની પાસે આદિવાસીનું સર્ટી ફીકેટ હતું પણ એ પાર્ટીનો અને સરકારનો વિષય છે.નિમિષા સુથાર ખોટા છે એટલે ખોટા જ છે.હું એમના ચૂંટણી પ્રચારમાં કે જીતાડવા પણ નથી ગયો, મને પાર્ટી કાઢી મૂકે એની મને પરવા નથી પણ હું સાચું વાત કહીશ જ.

મનસુખ વસાવાના આ નિવેદન બાદ ગુજરાત સરકારના મંત્રી નિમિષા સુથારનું એક નિવેદન સામે આવ્યું છે, એમણે જણાવ્યું હતું કે મનસુખ વસાવા મારા વડીલ છે, ભાજપના પીઢ નેતા છે.વડીલ તરીકે એમણે પોતાના વિચારો રજૂ કર્યા હશે એમા મારે કઈ પણ કેહવાની જરૂર નથી.ભારતના બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્લેટ ફોર્મ પરથી પોતાના વિચારો રજૂ કરી શકે છે.

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ અગાઉ પણ આદીવાસીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી.તો સરકારે પણ એ પ્રશ્નોના નિરાકરણ મુદ્દે કાર્યવાહી કરી જ છે.આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે.મનસુખ વસાવા પોતાના નિવેદન પરથી આડકતરી રીતે એમ કહી રહ્યા છે કે નિમિષા સુથાર આદીવાસી નથી ત્યારે હવે એમણે ગુજરાતની ભાજપ સરકારના મંત્રીના જાતિ મુદ્દે સવાલો ઉઠાવતા સરકાર હવે શું પગલાં લે છે એ હવે જોવું રહ્યુ.

(7:50 pm IST)