ગુજરાત
News of Sunday, 17th October 2021

અમદાવાદમાં એરપોર્ટથી ઇસ્‍કોન સર્કલ બસ સુવિધાનો કાલથી થશે પ્રારંભ

કાલે સાંજે પ કલાકે ઇલકેટ્રીક બસ અમદાવાદ ડોમેસ્‍ટીક એરપોર્ટથી શરૂ કરાશે

અમદાવાદ:  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનમાર્ગ -BRTS બસ સેવા દ્વારા તા. 18 ઓક્ટોબર, 2021, સોમવારથી ઈસ્કોન ચાર રસ્તાથી એરપોર્ટ સર્કલ સુધીની 'ઉડાન બસ' સેવો પ્રારંભ કરવામાં આવશે. અમદાવાદ જનમાર્ગ દ્વારા સોમવારે સાંજે 5 કલાકે ઈલેક્ટ્રીક બસ અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટથી શરૃ કરવામાં આવશે. CCTV કેમેરાથી સજ્જ હાઈ એન્ડ એ.સી. બસ સવારે 6 કલાકથી રાત્રે 11 વાગ્યા સુધી ઓપરેટ કરાશે. દર 15 મિનિટે આ બસ ઉપલબ્ધ થશે અને મુસાફર દીઠ ટિકિટનો દર રૂ.50 રહેશે અને ટિકીટનો ચાર્જ રોકડ, જનમિત્ર કાર્ડ કે ડિજિટલ પેમેન્ટ માધ્યમથી ચૂકવી શકાશે.

શહેરીજનોને સ્વચ્છ, આરામદાયક અને પ્રદૂષણરહિત જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડવાની નેમ સાથે આ બસ સેવાનો પ્રારંભ કરાશે. આ બસનો રૃટ ઈસ્કોન ક્રોસ રોડ, ઈસરો, સ્ટાર બજાર, હિંમતલાલ પાર્ક, યુનિર્વિસટી, મેમનગર, શાસ્ત્રીનગર, RTO સર્કલ અને અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ સુધીનો રહેશે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના સંક્રમણને પગલે લોકડાઉન અમલી બન્યા પછી AMC દ્વારા AMTS, BRTS બસ સેવા બંધ કરાઈ હતી અને લગભગ દોઢ વર્ષ પછી એરપોર્ટ અને ઈસ્કોન સર્કલ સુધીની બસ સેવાનો પુનઃ પ્રારંભ થશે.

(3:06 pm IST)