ગુજરાત
News of Sunday, 17th October 2021

લાયન્સ ક્લબ વિરમગામ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

બ્લડ ડોનેશન કેમ્પ તારીખ 21ના રોજ સવારે 9.00 કલાકે વિરમગામ સોકલી હાઈવે એસ.આર.પી કેમ્પમાં યોજાશે : સેક્રેટરી લાયન નરેન્દ્ર પ્રજાપતિ મો.૯૦૧૬૯ ૨૭૭૨૭ ઉપર પ્રી - રજીસ્ટ્રેશન કરાવી શકશે

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા હિન્દુસ્તાન ગમ એન્ડ કેમિકલ લિમિટેડ કંપની જખવાડા ના સૌજન્ય થી રાજ્ય અનામત પોલીસ દળ-20 ના જવાનોના સહયોગથી શહિદ દિન નિમિત્તે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન તારીખ 21/10/ 2021 ના રોજ સવારે 9.00 કલાકે વિરમગામ સોકલી હાઈવે રેડક્રોસ ની બાજુમાં એસ. આર.પી કેમ્પમાં રાખેલ છે. તો વિરમગામ તાલુકાની જનતાને આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સહકાર આપવા અમારી નમ્ર વિનંતી છે. પ્રી- રજીસ્ટ્રેશન માટે સેક્રેટરી લાયન નરેન્દ્ર પ્રજાપતિ મો.૯૦૧૬૯૨૭૭૨૭, ઉપર પ્રી - રજીસ્ટ્રેશન કરાવી શકશે તેમ લાયન્સ ક્લબ ઓફ વિરમગામની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

(1:12 pm IST)