ગુજરાત
News of Sunday, 17th October 2021

અછત: વાપી GIDCમાં કોલસો ના મળતા 5 પેપર મિલમાં પ્રોડક્શન બંધ

રોજ 500 ટન પેપર ઉત્પાદન થતું હતું: વાપીમાં પેપરમિલોનું વર્ષે 10 હજાર કરોડનું ટર્નઓવર છે. મહિને 60 હજાર ટન કોલસાનો વપરાશ થાય છે. કોલસાની અછતના કારણે વાપી થર્ડ ફેઇઝ, ફોર્ટી શેડ, ફસ્ટ ફેઇઝ વિસ્તારની પાંચ પેપરમિલો બંધ થઇ છે. આ પાંચેય પેપરમિલોમાં રોજનું 500 ટન પેપરનું ઉતત્પાદન થતું હતું.

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : ભારતના 72 થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસો ખૂટતાં તેની સીધી અસર ઉદ્યોગો પર પડી રહી છે. કોલસાના ત્રણગણા ભાવો અને એડવાન્સ પેમેન્ટના કારણે વાપીની પેપરમિલોની હાલત કફોડી બની રહી છે. વાપી જીઆઇડીસીની 40 પૈકી 5 પેપરમિલોમાં કોલસાનાં અભાવે કામગીરી ઠપ થઇ ગઇ છે. આ પાંચેય પેપરમિલોમાં પ્રતિદાન 500 ટન પેપરનું ઉત્પાદન થતું હતું

આગામી દિવસોમાં અન્ય પેપરમિલો પણ બંધ થઇ શકે છે. ઉદ્યોગોમાં કોલસાના પ્રતિ ટન રૂ.5000 હતા, પરંતુ હાલ આ ભાવ રૂ.15 હજાર પર પહોંચ્યો છે. કોલસાની આયાત ઘટી જતાં પેપરમિલોને સપ્લાય ઓછી થઇ રહી છે. આવી જ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં અન્ય પેપરમિલોને પણ તાળા લાગશે. વાપીની પેપરમિલોમાં મહિને 60 હજાર ટન કોલસાનો વપરાશ થઇ રહ્યો છે. પણ કોલસાની અછત ઊભી થઇ રહી છે.રોજ 500 ટન પેપર ઉત્પાદન થતું હતું 

વાપીમાં પેપરમિલોનું વર્ષે 10 હજાર કરોડનું ટર્નઓવર છે. મહિને 60 હજાર ટન કોલસાનો વપરાશ થાય છે. કોલસાની અછતના કારણે વાપી થર્ડ ફેઇઝ, ફોર્ટી શેડ, ફસ્ટ ફેઇઝ વિસ્તારની પાંચ પેપરમિલો બંધ થઇ છે. આ પાંચેય પેપરમિલોમાં રોજનું 500 ટન પેપરનું ઉતત્પાદન થતું હતું.

(11:11 am IST)