News of Saturday, 17th October 2020
વડોદરામાં મહિલા પોલીસે સ્ટેશને નશાની હાલતમાં ગયેલ યુવકની સીટી પોલીસે ધરપકડ કરી
વડોદરા: શહેરમાં મહિલા પોલીસ સ્ટેશનમાં દારૃનો નશો કરીને પોલીસ સ્ટાફ સામે મોટે મોટેથી બોલીને ગેરવર્તન કરતા યુવકની સિટિ પોલીસે ધરપકડ કરી છે.
કારેલીબાગ આનંદનગરમાં રહેતા સુનિલ દિનેશભાઇ ચૌહાણ સામે તેની પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી રી હતી કે મારો પતિ મારા પર શંકા રાખીને મારઝુડ કરે છે. જેથી મહિલા પોલીસે સુનિલ ચૌહાણને ગઇકાલે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો. પરંતુ સુનિલ દારૃનો નશો કરીને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને મોટે મોટેથી બૂમો પાડીને વાતચીત કરતો હતો.
જેથી મહિલા કોન્સ્ટેબલે પીસીઆર વાન બોલાવી સુનિલને સિટિ પોલીસને હવાલે કર્યો હતો.
(5:20 pm IST)