News of Thursday, 17th October 2019
ભીલોડ તાલુકાના ગલીસીમરો નજીક સમાજના ડરથી પ્રેમી પંખીડાએ ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી
ભિલોડા:તાલુકાના ગલીસીમરો ગામે ગામના જ ૧૯ વર્ષિય યુવક અને 17 વર્ષની સગીરા આંબાવાડી ફળીના એક ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવી નાખતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.જયારે આ ચકચારી ઘટના અંગે શામળાજી પોલીસને જાણ કરાતાં પોલીસે જરૃરી કાર્યવાહી હાથ ધરી હતી.
તાલુકાના ગલીસીમરો ગામે ગત સોમવારની રાત્રે ગામના જ આંબાવાડી ફળીયાના એક ઝાડ ઉપર ખાટલાના આંણની દોરીનો ફાંસો બનાવી ગામની એક સગીરા અને યુવકે ગળે ફાંસો ખાઈ જીવન નો અંત આણતાં જ આ ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી હતી.ગલીસીમરો ગામના મેઘાભાઈ રણછોડભાઈ ડામોર ના ઓએ આ ઘટના અંગે શામળાજી પોલીસ સ્ટેશને જાણ કરી હતી.
(5:41 pm IST)