News of Thursday, 17th October 2019
વડોદરા: જયરત્ન ચાર રસ્તા નજીક મહિલાના સ્ટીલના કારખાનાનો સમાન બાર ફેંકી દઈ ધાકધમકી આપનાર ત્રણ ટ્રસ્ટી વિરુદ્ધ ગુનો દાખલ
વડોદરા: શહેરના જયરત્ન ચાર રસ્તા પાસે આવેલા સ્ટીલના કારખાનાનો સામાન બહાર કાઢીને ફેંકી દઇ મહિલાને ધાકધમકી આપતા ત્રણ ટ્રસ્ટી વિરૃધ્ધ નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે, મકરપુરા રોડ સુંદરબાગ ટાવર-૧માં રહેતા મુમતાઝબાનુ અબ્દુલરહેમાન શેખ પતિ અને પુત્ર સાથે જયરત્ન ચાર રસ્તા પાસે છ મહોલ્લો કબ્રસ્તાનમાં સ્ટીલનું ફર્નીચર બનાવવાનું કારખાનુ ચલાવે છે. જેમાં કારીગરો રાખીને કામ કરે છે. આ કારખાનુ વાહીદમીયા નૂરમીયા શેખ પાસેથી ૧૮ વર્ષ પૂર્વે ભાડેથી લીધુ હતું. આ કારખાનાનું ભાડુ તેઓ જીરાવાલા ટ્રાવેલ્સના માલિક ઇમ્તીયાઝભાઇને આપતા હતા.
(5:36 pm IST)