News of Thursday, 17th October 2019
વડોદરાના વાઘોડિયા તાલુકાના જરોડમાં દારૂડિયા પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર: પતિ વિરુદ્ધ ગુનો દાખલ
વડોદરા: શહેરના વાઘોડિયા તાલુકાના જરોદમાં રહેતી પરિણીતાએ દારૃ અને જુગારની લતે ચડી ગયેલા પતિ તેમજ અન્ય સાસરિયાના ત્રાસથી કંટાળી વંદો મારવાની દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી વૈકૂંઠ-૧ સોસાયટીમાં રહેતા બકુલ મોહનભાઇ ચૌહાણની પુત્રી જ્યોત્સનાના લગ્ન જરોદ ગામે રામદેવપીર ફળિયામાં રહેતા અરવિંદ મોહનભાઇ સોલંકી સાથે વર્ષ-૨૦૦૦માં થયા હતાં. લગ્નના બે-ત્રણ વર્ષ સારા ગયા બાદ પતિને દારૃ-જુગારની આદત તેમજ બેકાર હોવાથી પત્ની પાસે રૃપિયાની માંગણી કરતો હતો. પત્ની પાસે પૈસા નહી હોવાથી વારંવાર ઝઘડો કરી ત્રાસ આપતો હતો.
(5:34 pm IST)