હાલોલ આરઆરસેલે માહિતીના આધારે રામેશરા ગામમાંથી અખાદ્ય ગોળનો જથ્થો ઝડપ્યો
હાલોલ:આરઆર સેલ પંચમહાલ ગોધરાને મળેલ માહિતી મુજબ હાલોલ તાલુકાના રામેશરા ગામે બે દુકાનમાં તપાસ હાથ ધરતા શંકાસ્પદ પ્રાથમીક રીતે જોતાં અખાદ્ય જેવો અને તીવ્ર વાસ અને કાળાશ પડતો ગોળના કટ્ટા નંગ-૮૧ મળી આવતા પોલીસે રૃા.૮૯૦૦૦ નો મદ્દામાલ સીઝ કરી આ બન્ને દુકાન માલીક સામે ગુનો નોંધાવી આ ગોળની તપાસ અર્થે સેમ્પલ લઇ મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.આર.આર.સેલ ગોધરાને મળેલી માહિતી મુજબ હાલોલ તાલુકાના રામેશરા ગામે આવેલ મીનેષ એસ.રાવ તથા અંકિત મેહતાની દુકાને તપાસ હાથ ધરતા મીનેષ રાવની દુકાનેથી ૧૦ કિલોના વજન વાળા ૨૯૦ ક્ટટા શંકાસ્પદ પ્રાથમીક રીતે જોતા અખાદ્ય જેવો અને તિવ્ર વાસ અને કાળાશ પડતા ગોળનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે અંકિત મહેતાની દુકાનેથી ૧૦ કિલોના એવા ૫૬ કટ્ટા શંકાસ્પદ અખાદ્ય ગોળ મળી આવતા પોલીસે કુલ ૮૧ ટકા રૃા.૮૯૦૦૦ મુદ્દામાલ સીઝ કરી તેઓની વિરૃધ્ધ કરી તેઓની વિરૃધ્ધ હાલોલ રૃરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી આ સીઝ કરેલ શંકાસ્પદ અખાદ્ય ગોળના સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલી આપ્યા હતા.