ગુજરાત
News of Wednesday, 17th October 2018

વડોદરા મનપા દ્વારા ગેરકાયદે પાણીના જોડાણ કાપવાની કામગીરી શરૂ

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે પાણીના જોડાણો કાપવાની કામગીરી ચાલુ રહી છે. જેમાં સિધ્ધેશ્વર હાઈટ (કલાલી હદની બહાર)નું ૬ ઇંચ ડાયાની પાણીની લાઈન કાપ નાંખી હતી.

બાપોદ નજીક તુલસી હાઈટસ એપાર્ટના ગેરકાયદે પંપ જોડાણોની ૬ ઈંચની લાઈન કાપતુ કોર્પોરેશન શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૯માં બાપોદ વિસ્તારમાં તુલસી હાઈટસ એપાર્ટમેન્ટમાં પોણો ઈંચના પંપ જોડાણો કે ૬ ઇંચ ડાયા લાઈનમાં લીધા હતા, તે કાપીને બંધ કરી દેવામાં આવ્યા હતા.

દક્ષિણ ઝોનમાં વોર્ડ નં.૪માં કમલપાર્ક કોમ્પલેક્સ, તરસાલી પાસે અડધા ઇંચના ૯ ગેરકાયદે જોડાણો કાપી નાખ્યા હતા. તો વોર્ડ નં.૧૨માં દિવાન મહોલ્લા, મકરપુરા પાસે પોણો ઈંચના ૪ કનેકશન કાપ્યા હતા.

ઉત્તરઝોનમાં વોર્ડ નં.૭માં તરૃણનગર, છાણી જકાતનાકા પાસે અડધો ઈંચના ચાર, કલાકુંજ વિભાગ-૩ની સામે ૧ ઈંચના બે, તેમજ વોર્ડ નં.૫માં લકડીપુર પાસે, અડધા ઇંચના બે અને જવાહર સોસાયટી વિભાગ-૧માં અડધાનું ૧ કનેકસન કાપી નાંખ્યું હતુ.

(5:06 pm IST)