ગુજરાત
News of Wednesday, 17th October 2018

પ રાજયોની ચૂંટણીમાં ગુજરાતના ૩૯ અધિકારીઓ નિરીક્ષક તરીકે

આઇ.એ.એસ. કેડરના ર૯ અને જી.એ.એસ. કેડરના ૧૦ અધિકારીઓને જવાબદારી

રાજકોટ, તા. ૧૭ : દેશમાં નવેમ્બર, ડીસેમ્બરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ, મિઝોરમ અને તેલંગણામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતના આઇ.એ.એસ. કેડરના ર૯ અને જી.એ.એસ. કેડરના ૧૦ અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે નિુકત કર્યા છે. નવી દિલ્હી ખાતે આ તમામ અધિકારીઓની બેઠક ર૬ ઓકટોબરે બોલાવવામાં આવી છે.

રાજયના આઇ.એ.એસ. કેડરના જે અધિકારીઓને ઓબ્ઝર્વર બનાવાયા છે તેમાં લોચન સેહરા, સંદીપકુમાર, સંધ્યાભૂલર, પી. સ્વરૂપ, રાજેષ માંજુ, કે.ડી. કાપડિયા, કે.એમ. ભીમજીયાણી, એમ.જે. ઠક્કર, ડી.જી. પટેલ, એ.વી. કાલરિયા, સી.પી. નેમા, આકા અગ્રવાલ, ભાર્ગવી દવે, સી.જે. પટેલ, આર.જે. હાલાણી, ડી.એસ. ગઢવી, બી.પી. ચૌહાણ, સુનિલકુમાર ઢોલ, મહેન્દ્ર મીના, જી.એચ. ખાન, રવિશંકર, અનુપમ આનંદ, પી.કે. સોલંકી, એસ.એલ.અમરાણી, એસ.એમ. પટેલ, એસ.એ. પટેલ, આર.કે. પટેલ, બી.કે. પંડયા, અને જે.ડી. દેસાઇ તથા જી.એ.એસ. કેડરમાં કે.એલ. બચાવી, જયશ્રીબેન દેવાંગન, ડી.એ. શાહ, ડી.ડી. કાપડિયા, આર.કે. મહેતા, પી.ડી. પલસાણા, ડી.એમ. સોલંકી, પી.એન. મકવાણા, ટી.વાય. ભટ્ટ અને જી.એસ. પરમારનો સમાવેશ થાય છે. (૮.પ)

(12:03 pm IST)