ગુજરાત
News of Tuesday, 16th October 2018

રાજ્યમાં ટેકાના ભાવે ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદીનો થશે પ્રારંભ

31 ડિસેમ્બર સુધી 142 APMC પરથી ખરીદી કરાશે

 

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા 17 મીથી ટેકાના ભાવે અનાજની ખરીદી કરવાની જાહેરાત કરાઈ છે, સરકાર ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદીનો પ્રારંભ કરશે. આ ખરીદી 31 ડિસેમ્બર સુધી ચાલશે. 

  નાગરિક પુરવઠા નિગમ રાજ્યમાં આવેલા 142 APMC પર આ ખરીદી પ્રક્રિયા શરૂ કરશે. આ ખરીદી પ્રક્રિયા 31 ડિસેમ્બર સુધી ચલાવવામાં આવશે. 

   સરકાર દ્વારા ચાલુ વર્ષે એક લાખ મેટ્રિક ટન ડાંગર, 50 હજાર મેટ્રિક ટન મકાઈ અને 50 હજાર મેટ્રિક ટન બાજરીની અંદાજિત ખરીદી કરવાનું આયોજન છે. 

(12:42 am IST)