ગુજરાત
News of Friday, 17th September 2021

સુરતના કતારગામમાં માથાના દુખાવાથી કંટાળી ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

સુરત: શહેરનાકતારગામમાં માથાના દુઃખાવાથી કટાંળીને ફિઝીયોથેરાપીસ્ટ અભ્યાસ પૂર્ણ કરનાર યુવતીએ ગુરૃવારે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. બીજા બનાવમાં ઇચ્છાપોરમાં આર્થિક ભીંસના લીધે યુવાન અને  ગોડાદરાના યુવાને ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કતારગામમાં લલીતા ચોકડી પાસે કંતારેશ્વરસોસાયટીમાં રહેતી 24 ધર્મિષ્ઠા મધુભાઇ હીરપરાએ  ગુરૃવારે સવારે ઘરે પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. પોલીસે કહ્યુ કે ધર્મિષ્ઠા મુળ અમરેલીની વતની હતી. તેણે ફિઝીયોથેરાપીસ્ટનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જોકે તેને માથાના દુઃખાવાની તકલીફ હોવાથી પગલુ ભર્યુ હોવાની શકયતા છે. તેનો ભાઇ લંડનમાં છે. તેની બે બહેન છે. તેના પિતા નિવૃત જીવન ગાળે છે. અંગે કતારગામ પોલીસે તપાસ હાથ ઘરી છે. બીજા બનાવમાં ગોડાદરામાં ડી.કે નગરમાં રહેતા 24 વર્ષીય મુકેશ બાબુધન રામે બુધવારે સાંજે ઘરે પંખા સાથે ટુવાલ બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. પોલીસે કહ્યુ કે મુકેશ બે માસ પહેલા વતન બિહારથી તેના મિત્ર ભોલા સાથે સુરત આવ્યો હતો. અને માર્કેટમાં મજુરી કામ કરતો હતો. તેનો મિત્ર અઠવાડીયા પહેલા વતન જતો રહ્યો હતો. તેથી તેના પિતાએ તેને વતન આવવા કહ્યુ હતુ. પણ તેની જવાની ઇચ્છા હતી. આવા સંજોગોમાં તેણે પગલુ ભર્યુ હોવાની શકયતા છે.

(6:19 pm IST)