ગુજરાત
News of Friday, 17th September 2021

સાહેબ રોટી રિપીટ કે ''નો રિપીટ...''

સોશ્યલ મિડીયામાં નવી કેબિનેટની રચના બાદ મજાક મસ્તીના જોકસ વાયરલ

અમદાવાદ,તા. ૧૭ : ગુજરાતના રાજકારણમાં નો રિપીટ થિયરીના કારણે ભૂકંપ સર્જાયો છે અને નવા મુખ્યમંત્રી બાદ નવા કેબિનેટની રચનાને લઈને લોકોએ સોશિયલ મીડિયા પર મજાક-મસ્તી શરૂ કરી દીધી હતી. તેમાંની થોડી ઘટનાઓ નીચે મુજબ છે.

લ્યો બોલો! પરીક્ષામાં ચોરી કરતાં પકડાયેલા વિદ્યાર્થીના પિતા હવે ગુજરાતના નવા શિક્ષણમંત્રી!

જૂના વાહનો સ્ક્રેપમાં મોકલવાની શરૂઆત 'કમલમ' માંથી થઇ ગઇ છે.

ગુજરાત મંત્રીમંડળનો ખાલી નળ બદલવાનો હતો અને સાહેબે તો આખી પાઇપલાઇન જ બદલી નાખી.

 એક નેતા હોટેલમાં જમતાં-જમતાં વેઇટર પર ખીજાઇ ગયા. કારણકે વેઇટરે પૂછ્યું કે, સાહેબ રોટી રિપીટ કે 'નો રિપીટ.'

વિરાટ કોહલીનું ટ્વેન્ટી૨૦ ટીમના કેપ્ટનપદેથી રાજીનામું. ગુજરાતના રાજકારણના વલણ પ્રમાણે ભુવનેશ્વર કુમાર આગામી કેપ્ટન હશે.

હર્ષ સંઘવી થોડા દિવસ અગાઉ માસ્ક વગર જાહેરમાં ક્રિકેટ રમતા દેખાયા હતા, હવે તેમનું ક્રિકેટ રમવાનું ફળ્યું.

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકૂલ ખાતે નવા 'બાલમંદિર' નો પ્રારંભ.

હમેં અપનો ને લૂંટ, ગૈરો મેં કહાં દમ થા.

મેરી કસ્તી ડૂબી વહાં જહાં પાની કમ થા.

૩ વર્ષ પહેલા સરકારી મેડિકલ કોલેજોમાં ફી વધારા અંગે રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થી પ્રતિનિધિઓને જોઇ લેવાની વાત કરતા 'કાકા'ને આજે મોટાભાઇએ જોઇ લીધા..

આને પ્રયોગ નો કે 'વાય અખતરા કે વાય અખતરા!'

મુખ્યમંત્રી બદલવા જેટલું આસાન કામ નથી, મંત્રી બદલવા.

સૂક્ષ્મકથાઃ ભાજપ

 એક પેજપ્રમુખના વિઝિટિંગ કાર્ડમાં લખ્યું હતું

-સંભવિત મુખ્ય પ્રધાન

નાઇટ વોચમેન માત્ર ટેસ્ટ ક્રિકેટમાં આવે એવું નો હોય હો! રાજકારણમાં પણ આવે.

(4:04 pm IST)