ગુજરાત
News of Tuesday, 17th September 2019

હેડકોન્સ્ટેબલ કે તેથી ઉંચો હોદો ધરાવનારા જ દંડ વસુલી શકે છે

ટ્રાફિક વોર્ડન, કોન્સ્ટેબલ, હોમગાર્ડ જવાનોને વાહન ચાલકો પાસેથી દંડ વસુલવાની સત્તા નથી

અમદાવાદ, તા.૧૭: દેશભરમાં ગુજરાત સહિતના રાજમાંયોમાં ટ્રાફિકના નવા નિયમ આજથી લાગુ થઇ ગયા છે અને જે વાહનચાલકો નિયમનું ભંગ કરે છે તેમને રાજયનો ટ્રાફિક વિભાગ દંડ પણ ફટકારી રહ્યો છે. આજે પ્રથમ દિવસે ઘણી જગ્યાએ નાગરિકોએ આ દંડ વસૂલીનો વિરોધ કર્યો હતો. તમને જણાવી દઈએ કે કયાં ટ્રાફિક અધિકારી તેમજ આરટીઓ અધિકારી તમારી પાસેથી દંડ વસૂલી શકે અને કોણ તમારી પાસેથી દંડ ના વસૂલી શકે.

જયારે પણ તમને કોઈ પણ પોલીસ કર્મી કે ટ્રાફિકના જવાન અટકાવે ત્યારે જે પણ અધિકારી તમારી પાસે ડોકયુમેન્ટ માગે તેમની પાસે વિન્રમતાથી તમારે આઈડી કાર્ડ માગવું જોઈએ. ઘણી વખત એવા કીસાઓ બને છે જેમાં ટ્રાફિક પોલીસના નામે નાગરિકોને લુંટવામાં આવે છે. ગુજરાતના મુખ્યપ્રધાન દ્વારા પણ આ વાત પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. જરૂર જણાય તો પહેલાં અધિકારી પાસે આઈડી કાર્ડ માગો જેના લીધે તેના હોદ્દાની તમને ખબર પડશે.

તમને જણાવી દઈએ કે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉંચો હોદ્દો ધરાવતા પોલીસ અધિકારીઓ અને આસિસન્ટ આરટીઓ ઈન્સ્પેકટર જ તમારી પાસેથી જ દંડ વસૂલી શકે છે. આ ઉપરાંત આ બંને હોદ્દાની ઉપરના તમામ પોલીસ અને આરટીઓ અધિકારીઓને પણ દંડ વસૂલવાનો અધિકાર છે. આરટીઓ કચેરીના કર્લાક કે તેમના મદદનીશ અધિકારીઓ દંડ વસૂલી શકતાં નથી. ટ્રાફિક વોર્ડન, હોમગાર્ડના જવાનો અને સામાન્ય ટ્રાફિક કોન્સ્ટેબલ તમારી પાસે કોઈ જ પ્રકારનો દંડ વસૂલી શકે નહીં. જો આવું કરતા કોઈ જણાય તો તુરંત ૧૦૦ નંબર પર ફરિયાદ કરી શકો છો.(૨૩.૫)

(12:22 pm IST)