News of Tuesday, 17th September 2019
ઇડર ના સાબલવાડ ગામે બે જૂથ વચ્ચે ધિંગાણું :બંને જૂથના 28 લોકોની અટકાયત : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
અઠવાડિયા સુધી 10 પોલીસકર્મી રાઉન્ડ ધ ક્લોક ગામમાં તૈનાત રહેશે
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સાબલવાડ ગામે બે જૂથ વચ્ચે ધિંગાણું થતા ગામમાં તંગદિલી ફેલાઈ હતી જોકે પોલીસે તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરી રવિવારે બંને જૂથના 18ની અટકાયત કરી હતી. આ પછી ફરીથી આજે સોમવારે ઠાકોર અને પટેલ જૂથના 10ની અટકાયત કરી છે. આમ બંને જૂથના કુલ 28 લોકોની અટકાયત કરાઈ છે
ગામમાં જૂથ વચ્ચે અથડામણ થતા ગામમાં સન્નાટો છવાઈ ગયા સાથે ઉચાટ ફેલાયો છે ટકરાવ થવાની સંભાવના અને અફવાને કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખોરવાય નહિ તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. આ સાથે 10 પોલીસ કર્મચારી આગામી 7 દિવસ 24 કલાક ગામમાં રહેશે. ઉલ્લેખનીય છે કે, જૂથ અથડામણ થતાં સામાજીક સમરસતાને ગંભીર અસર છે.
(11:08 pm IST)