News of Monday, 17th September 2018
ફિલ્મ 'મેડ ઇન ચાઇના' માટે અમદાવાદની પોળોમાં આવ્યાં મૌની રોય-રાજકુમાર રાવ
અમદાવાદ :પ્રોડ્યુસર દિનેશ વીજાન ફરી ‘મેડ ઈન ચાઈના' કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં સ્ટ્રગલિંગ ગુજરાતી બિઝનેસમેનના રોલમાં રાજ કુમાર રાવ જોવા મળશે.ગત તા; 11 સપ્ટેમ્બરથી અમદાવાદમાં 26 દિવસનું આ ફિલ્મનું શૂટિંગ શિડ્યુલ શરૂ થયું છે. મૌની રોય ફિલ્મમાં રાજકુમાર રાવની પત્નીનો રોલ પ્લે કરી રહી છે. ‘મેડ ઈન ચાઈના'થી ગુજરાતી ડિરેક્ટર મિખિલ મુસલે ડિરેક્ટ કરી રહ્યા છે.
(10:31 pm IST)