ઈડરના સવગઢની છાવણીમાં નજીવી બાબતે દસ શખ્સોએ મળી યુવક પર હુમલો કરતા પોલીસ ફરિયાદ
ઇડર:ના સવગઢ છાવણીની સીમમાં મંદિર પાસે રબારી જુથના માણસોએ ભેગા મળી એક વ્યકિત પર લાકડીઓથી હુમલો કરતાં, આ વ્યકિતને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના અંગે પોલીસે રબારી જુથના ૧૦ માણસો વિરૃધ્ધ રાયોટીંગની કલમો મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી છે.
તાલુકાના વાંસડોલ ગામે રહેતો જયેન્દ્રસિંહ બામલા નામનો યુવક ગત તા. ૧૩ ના રોજ બીજા કેટલાક માણસો સાથે વણઝારા તથા રબારી વચ્ચે ચાલતા ઝગડાના સમાધાન માટે જવા માટે નિકળ્યો હતો. દરમિયાન આ લોકો સવગઢ છાવણીથી ઇડર તરફ જતા રોડ પર રામદેવપીરના મંદિર નજીક હવાડા પાસે ઉભા હતા તેવામાં ઇડર પી.ટી.સી. પાસે રહેતા કેરા ભાઈ રબારી, દલાભાઈ રબારી તથા આંબાભાઈ રબારીએ હાથમાં લાકડી સાથે ત્યાં આવી આ લોકો સમાધાન માટે આવ્યા છે 'તેમ કહી જયેન્દ્રસિંહ પર હુમલો કર્યો હતો.