ગુજરાત
News of Saturday, 17th August 2019

સુરતના કાપોદ્રામાં ત્રણ વર્ષની માસુમ બાળકીને ચોકલેટ આપવાના બહાને રૂમમાં બોલાવી નરાધમે પીંખી નાખી

બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમ અજિતની ધરપકડ ;બાળકીને સ્વિમેર હોસ્પિટલમાં ખસેડાઇ

સુરતના કાપોદ્રામાં ત્રણ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે માસુમ બાળકીને નરાધમ યુવકે ચોકલેટની લાલચ આપી પીંખી નાખી હતી. બાળકીને સ્મીમેર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો.

  આ અંગે જાણવા મળ્યા મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા આરોપી અજીત રાજેન્દ્રપ્રસાદ વિશ્વકર્માએ પોતાના વિસ્તારની ત્રણ વર્ષની બાળકીને ચોકલેટ આપવાના બહાને રૂમમાં બોલાવી બાળકીની એકલતાનો લાભ લઈને આરોપી નરાધમ અજીતે બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

  આ અંગે બાળકીને દુઃખાવો થતાં પરિવારને જાણ થઈ હતી.બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઇ આવી હતી, ત્યાં બાળકી સાથે દુષ્કર્મ થયાની જાણ થતા પરિવાર આ મામલે કાપોદ્રા પોલીસ મથક ખાતે દોડી જઈને ફરિયાદ કરી હતી. જેને પગલે પોલીસે ફરિયાદ ના આધારે આરોપી પકડવાની તજવીજ હાથ ધરી હતી અને મોડી રાત્રે આરોપી અજીત દુષ્કર્મ ગુજારી નાસી ગયો હતો.

પોલીસે આરોપી વિરૂધ્ધ પોસ્કો અને દુષ્કર્મ સહિતના ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને આખરે તેને મોડી રાત્રે ઝડપી જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યો છે.

(8:32 pm IST)