ગુજરાત
News of Friday, 17th August 2018

ગુજરાતના 19 યુવાનો ઓમાનમાં ફસાયા:નોકરીમાંથી કાઢી મુકાતા ગુરુદ્વારામાં શરણ લીધું

માલિકના બેહૂદા વર્તનનો વિરોધ કરતા માથાકૂટ :પોલીસ મથકમાં ફરિયાદ કરતા મામલો બિચક્યો

 

નવસારી :ઓમાનમાં ગુજરાતના 19 યુવાનો મુશ્કેલીમાં મૂકાયા છે.અને હાલમાં તેઓ ગુરુદ્વારામાં શરણ લીધું છે રોજગારી માટે ઓમાન ગયેલા આ ગુજરાતી યુવાનોને તેમની કંપનીના માલિકો સાથે થયેલી માથાકૂટને કારણે નોકરીમાંથી કાઢી મૂકાયા છે અને હવે તેઓ એક સ્થાનીય ગુરુદ્વારામાં શરણ લઇ રહ્યા છે

પ્ રાપ્ત માહિતી અનુસાર નવસારી સહિત રાજ્યના 19 યુવાનો નોકરી માટે ઓમાન પહોંચ્યા હતા. ઓમાનની કંપનીમાં તેઓ ત્રણ મહિના પહેલા જ નોકરીએ લાગ્યાના સમયગાળામાં જ કંપનીના માલિકે યુવાનો સાથે બેહૂદુ વર્તન શરૂ કર્યું હતું, જેનો આ યુવાનોએ વિરોધ કર્યો હતો. જેને લઈ વાત વણસી હતી. આ મામલે નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અને વિરાવળ ગામના વતની પિયુષભાઈ પટેલના ધ્યાન ઉપર આવતા તેમને જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી

  પિયુષ ભાઈએ જણાવ્યું હતું કે અહીંના વિરાવળના બે અને ગડતનો એક યુવાન ઓમાન નોકરી માટે ગયા હતા. આ ગામના જેનિશ અને જયવંત પટેલ સહિત કુલ 19 યુવાનો હાલ ઓમાનમાં ફસાયા છે. ઓમાનમાં કંપનીના માલિક સાથે માથાકૂટ ઉભી થઈ હતી અને તેના કારણે એક યુવાને સ્થાનિક પોલીસ મથકમાં માલિક વિરૂદ્ધ ફરિયાદ આપી હતી, જેને લઈ મામલો બિચક્યો હતો.
ઓમાનમાં ફસાયેલા ભારતીય યુવાનોને પરત વતન લાવવાના તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત સાથે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને પણ ટ્વીટ કરીને જાણ કરવામાં આવી છે.

(12:22 am IST)