News of Friday, 17th August 2018
અમદાવાદમાં એએમટીએસ બસની અડફેટે પોલીસકર્મીને ઇજા : ડ્રાયવર ફરાર
અમદાવાદના કોમર્સ છ રસ્તા પાસે લગભગ બપોરે 12 વાગ્યાની આસપાસ એક એએમટીએસની બસને અકસ્માત નડયો હતો. બસની અડફેટમા એક પોલિસમેન આવી જતા તેને ઇજા પહોંચી હતી. આ પોલિસમેનને સારવાર માટે વીએસમા હોસ્પીટલમા ખસેડવામાં આવ્યો હતો.જાણવા મળ્યા મુજબ બસનો ડ્રાયવર અકસ્માત બાદ ભાગી છુટયો હતો
(10:15 pm IST)