ગુજરાત
News of Friday, 17th August 2018

કઠલાલ પોલીસે બાલાસિનોર રોડ પર ચેકીંગ દરમ્યાન ટેમ્પામાથી 21 પશુઓને કતલખાને લઇ જતા ઝડપ્યા

કઠલાલ;પોલીસે બાલાસિનોર રોડ લાડવેલ ચોકડી ઉપર વાહન ચેકીંગ દરમ્યાન ત્રણ પીકઅપ ડાલુ ટેમ્પામાં મૂંગા પશુઓ નં. ૨૧ સાથે બે ઈસમને ઝડપી પાડ્યા હતા. જેમાં બાલાસિનોર તરફથી આવતી ત્રણ જુદી જુદી પીકઅપ ડાલુ જેનો નં. જીજે ૩૧ ટી ૨૦૮૫માં નરવતસિંહ હિંમતસિંહ રાઠોડ (રે. ભાંગીયા કપારી, બાલાસિનોર) પીકઅપ ડાલુ નં. જીજે ૩૧ ટી ૦૯૪૬માં રઈશમીયાં સાકીરમીયાં મલેક (રે. કાલુપુર, બાલાસિનોર) તથા ડાલુ નં. જીજે ૦૭વીડબલ્યુ ૩૯૨૫માંથી ટૂંકા દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલ ૨૧ મૂંગા પશુઓને ઝડપી પાડ્યા હતા. એક ટેમ્પામાંથી એક કિશોર મળી આવ્યો હતો. કઠલાલ પોલીસે ત્રણ પીકઅપ ડાલુ કિંમત રૂ. ૩,૦૦,૦૦૦ તથા મૂંગા પશુ નં. ૨૧ રૂ. ૫૦,૦૦૦, મોબાઈલ નં. ૩ રૂ. ૬૫૦૦ તથા રોકડા રૂ. ૧,૭૭૦ મળી કુલ રૂ. ૩,૫૮,૨૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પશુઓ નાસીર મુલ્તાની (રે. બાલાસિનોર)એ ભરી આપી નવીભાઈ (રે. ભાલેજ)એ મંગાવેલ હોઈ લઈ જવાતા હતા. આ બનાવ અંગે કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 
 

(5:55 pm IST)