ગુજરાત
News of Wednesday, 17th July 2019

વડોદરા સાવલીના પીક-અપ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓનો હોબાળો : ડેપો મેનેજરે બસના રૂટની આપી ખાતરી

આણંદની બસ વાયા ભાલેજ ગામથી પસાર થાય તેવી માંગ કરી

વડોદરાના સાવલીના પિક-અપ બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થિઓએ બસો રોકીને હોબાળો મચાવ્યો હતો.જોકે ડેપો મેનેજર બસના રૂટની ખાતરી આપતા મામલો થાળે પડ્યો છે

આ અંગે મળતી વિગત મુજબ સાવલીથી કેટલાય વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ માટે  આણંદના વિદ્યાનગર પહોંચે છે. ત્યારે સવારેના રૂટની આણંદની બસ વાયા ભાલેજ ગામથી પસાર થાય તેવી માંગ કરી હતી.

   વિદ્યાર્થીઓના હોબાળાને લઈને સાવલી પિકઅપ બસ સ્ટેન્ડના કંટ્રોલરે વાઘોડિયાના ડેપો મેનેજર સાથે ટેલિફોનિક વાત કરી હતી. જેમણે બસ ફાળવવાની ખાતરી આપતા મામલો થાળે પાડ્યો. જે બાદ રોકી રાખવામાં આવેલી બસો રવાના કરી દેવાઈ હતી.

(12:29 pm IST)