ગુજરાત
News of Tuesday, 16th July 2019

શામળાજી પોલીસે ધુળેટા નજીક જીઇબી લખેલી બોલેરો જીપમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો:ડ્રાઈવર ફરાર

સીટમાં સંતાડેલ દારૂની બોટલો અને બીયરના ટીન સહિતનો મુદામાલ જપ્ત

 

 શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ અને અંતરિયાળ વિસ્તારમાંથી રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડાતો અટકાવવા સઘન ચેકીંગ હાથધરાતા ધુળેટા ગામ નજીક નાકાબંધી જોઈ જીઈબી (ગેટકો) લખેલી બોલેરો કારનો ચાલક કાર રોડ મૂકી ફરાર થઈ જતા પોલીસે બોલેરો જીપ માં તલાસી લેતા પાછળની સીટમાં સંતાડેલ વિદેશી દારૂ અને બીયરના ટીન નંગ-૩૪૮ કીં.રૂ.૮૭૬૦૦ તથા બોલેરો જીપ કીં.રૂ.૫૦૦૦૦૦ મળી કુલ રૂ.૫૮૭૬૦૦ નો જથ્થો જપ્ત કરી ફરાર જીપચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી

(12:29 am IST)