ગુજરાત
News of Tuesday, 17th July 2018

સુરતમાં 1.32 કરોડના મોબાઈલ-લેપટોપ ચોરનાર ત્રણ પોલીસના સકંજામાં

સુરત:મેનેજર વધુને વધુ જવાબદારી સોંપી તેની સામે પગાર વધારતો ન હોય મુંબઈના કલ્યાણમાં મોબાઈલ ફોન-લેપટોપના વેરહાઉસમાં આઈ.ટી.ટીમમાં નોકરી કરતા યુવાને વતન ઉત્તરપ્રદેશતી બે મિત્રોને હવાઈ માર્ગે બોલાવી ગત શનિવારે રાત્રે રૃ. ૧.૩૨ કરોડના લેપટોપ, મોબાઈલ ફોનની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ લેપટોપ, મોબાઈલ ફોન વિગેરે સુરતમાં વેચવા આવેલા ત્રણેયને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી રૃ. ૮૬.૬૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ક્રાઈમ બ્રાંચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પી.આઈ. પી.એલ.ચૌધરીને મળેલી બાતમીના આધારે પી.એસ.આઈ. સી.એચ.પનારા અને ટીમે રેલ્વે સ્ટેશન નજીક સબરસ હોટલ સામેથી રાહુલ સુબેન્દ્રસિંહ શાકય (ઉ.વ.૨૫)(રહે. એ/૧/૭૦૪, મંગેસીસીટી ફેજ-૨, સુદામા મિસ્ત્રીના મકાનમાં ભાડેથી, કલ્યાણ, મુંબઈ. મૂળ રહે.મેનપુરી, ઉત્તરપ્રદેશ), તેના હમવતની આશિષકુમાર અયોધ્યાપ્રસાદ (ઉ.વ.૨૭) અને કુલફસિંહ ઠાકુરદાસ વર્મા (ઉ.વ.૨૫) ને ઝડપી પાડી તેમની પાસેની ચાર બેગમાંથી ૨૨૬ મોબાઈલ ફોન, ૯ લેપટોપ, ૪૦ પેનડ્રાઈવ, ૨૦ મેમરીકાર્ડ, ૪ ઈયરફોન, ૧ કેમેરો મળી કુલ રૃ. ૮૬,૬૧,૮૧૪ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(6:19 pm IST)