ગુજરાત
News of Tuesday, 17th July 2018

વન મહોત્સવના 52 ટકા રોપા મહિના પછી બળી જતા બની જાય છે નકામા

અમદાવાદ :ગુજરાતમાં વન વિભાગના જ સર્વે પ્રમાણે વન મહોત્સવના 48 ટકા રોપા જ સફળ થાય છે, જ્યારે 52 ટકા રોપા બળી જાય છે અથવા તો નાશ પામે છે. જો કે અગાઉના 10 વર્ષની સરખામણીએ પાછલા 10 વર્ષમાં રોપાની સમૃદ્ધિમાં વધારો થયો છે. રાજ્યમાં 17મી જુલાઈએ કચ્છમાં રાજ્યકક્ષાનો વન મહોત્સવ ઉજવવામાં આવશે. સરકારે આ વર્ષે રાજ્યભરમાં 10 કરોડ રોપા વાવવાનો સંકલ્પ કર્યો છે.

(1:38 pm IST)