ગુજરાત
News of Thursday, 17th June 2021

રાજપીપળામાં દંપતી વચ્ચે બોલાચાલી થતા પત્નીએ પતિને બેટ મારી ધમકી આપતા ફરીયાદ

ઘરે મહિનાનુ અનાજ કરીયાણુ ભરવા માટેનુ લીસ્ટ બનાવતી વેળાએ દંપતી વચ્ચે તકરાર

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા ના રજપૂત ફળીયામાં નજીવી બાબતે પતિ પત્ની વચ્ચે ઝાગડો થતા પત્નીએ પતિને બેટ મારી મારી ધમકી આપતા રાજપીપળા પોલીસ મથકે પત્ની વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
   પ્રાપ્ત માહિતી અનુસાર રજપૂત ફળિયામાં રહેતા પવન કુમાર લોટનભાઇ મોહીતેની ફરિયાદ મુજબ તેઓ પોતાના ઘરે મહિનાનુ અનાજ કરીયાણુ ભરવા માટેનુ લીસ્ટ બનાવતો હતો તે વખતે તેમના પત્ની રોશનીબેન ઉર્ફે કાવ્યા પવનકુમાર મોહીતનાઓએ કહ્યું કે ચા પણ લીસ્ટમા લખો તેમ કહેતા પતિએ જણાવ્યું કે બે ત્રણ દિવસ પહેલા ચા લાવ્યો છું તો શુ કામ લીસ્ટમા લખાવો છો તેમ કહેતા પત્ની એકદમ ઉશ્કેરાઇ જઇ પતિને ગાળો બોલી ઝપાઝપી કરી નજીકમા પડેલ લાકડા ની બેટથી મારી દેતા ખભો ખસી ગયો હતો ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હોય પવાનકુમારે પત્ની સામે રાજપીપળા પોલીસ માં ફરીયાદ આપી હતી

(10:43 pm IST)