ગુજરાત
News of Thursday, 17th June 2021

તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન : ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કયાંક ભારે વરસાદી ઝાપટા વરસ્યા

તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ અને ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા વરસ્યા છે. સવારથી વરસાદી માહોલ સર્જાયા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે

(12:12 pm IST)