ગુજરાત
News of Thursday, 17th June 2021

ભાજપના કોર્પોરેટરના પતિએ કર્ફ્યૂમાં જાહેરમાં બિયરની બોટલ ખોલી ?:રેલવે GRP એ 10 થી 12 સામે ગુનો નોંધ્યો

અસારવાના રેલવે સ્ટેશન કમ્પાઉન્ડમાં બુટલેગરના બર્થડે પર કેક કાપી, શેમ્પેઇનની બોટલ ફોડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

અસારવાના રેલવે સ્ટેશન કમ્પાઉન્ડમાં સોમવારની મોડી રાતે કર્ફ્યૂનો ભંગ કરી બુટલેગર અને તેના મિત્રોએ ખુલ્લેઆમ બર્થડે પાર્ટી કરી હતી,અસારવાના રેલવે સ્ટેશન કમ્પાઉન્ડમાં બુટલેગરના બર્થડે પર કેક કાપી, શેમ્પેઇનની બોટલ ફોડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. તેમાં ઇન્ડિયા કોલોની વોર્ડના ભાજપનાં મહિલા કોર્પોરેટરના પતિ પણ હોવાનું વીડિયોમાં દેખાતું હતું.

રેલવે જીઆરપીએ 10 થી 12 લોકો સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે, જેમાં અન્ય લોકોની સાથે ઇન્ડિયા કોલોની વોર્ડનાં મહિલા કોર્પોરેટરના પતિ પણ આ પાર્ટીમાં સામેલ હોવાનું અને તેજ શેમ્પેઇનની બોટલ ફોડતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

વીડિયોના આધારે જીઆરપી પોલીસે બે અલગ અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે..મહિલા કોર્પોરેટરનો પતિ સચિન પણ બુટલેગર હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે. મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી સમયે ટિકિટ મળી, ત્યારે પણ કેટલાક લોકોએ તેનો પતિ બુટલેગર હોવાના આક્ષેપ સાથે તેનો વિરોધ કર્યો હતો.
કર્ફ્યૂનો ભંગ કરી મહિલા કોર્પોરેટરના પતિ બુટલેગરની બર્થડે પાર્ટીમાં શેમ્પેઇનની બોટલ ફોડતો હોવાના વીડિયો અંગે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર એ તપાસ કરી પગલાં લેવાની માંગણી કરી છે.

(12:02 pm IST)