ગુજરાત
News of Wednesday, 16th June 2021

પ્રેમી પંખીડાને વીજળીના થાંભલે બાંધી લાંકડી અને ડંડા વડે ઢોર માર માર્યો : વિડિઓ વાયરલ

છોટાઉદેપુર જિલ્લાના રંગપુર રાઠ વિસ્તારના ઘડાગામના ભાગી ગયેલ પ્રેમી પંખીડાને યુવતીના પરિવારજનોએ શોધીને વીજથાંભલે બાંધીને ઢોર માર માર્યો

સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે આ વીડિયો છોટાઉદેપુર જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કેટલાક શખ્સો દ્વારા એક યુવક અને એક યુવતીને વીજળીના થાંભલે બાંધીને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. જો કે, આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા પોલીસ (Police) દ્વારા તાત્કાલીક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ત્યારે સમગ્ર ઘટના કંઈક એવી છે કે, સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયો છોટાઉદેપુર જિલ્લાના રંગપુર રાઠ વિસ્તારના ઘડાગામનો છે. આ ગામમાં રહેતા એક યુવક યુવતી એકબીજાના પ્રેમમાં હતા અને પરિવારજનોને આ તેમનો પ્રેમ સંબંધ પસંદ ન હોવાથી આ પ્રેમી પંખીડાએ  ભાગી જવાનું નક્કી કર્યું હતું.

   બે દિવસ પહેલા આ પ્રેમી પંખીડા પોતાના ઘરેથી ભાગી ગયા હતા. પરંતુ યુવતીના પરિવારજનોએ આ પ્રેમી પંખીડાને શોધી કાઢ્યા અને ઘરે પરત લઈ આવ્યા હતા. ત્યારબાદ યુવતીના પરિવારજનો દ્વારા આ પ્રેમી પંખીડાને વીજળીના થાંભલે બાંધીને લાંકડી અને ડંડા વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. 

આ સમગ્ર ઘટનાનો વીડિયો એક શખ્સ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થતાં અને ઝડપથી વીડિયો વાયરલ થતા વીડિયોના આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(12:28 am IST)