ગુજરાત
News of Wednesday, 16th June 2021

અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : બે કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો :કાંકરિયામાં દીવાલ પડતા 14 વાહનો દટાયા

મેમ્કો વિસ્તારમાં ત્રણ કલાકમાં 3 ઇંચ વરસાદ: સાયન્સ સિટીમાં સૌથી ઓછો અડધો ઇંચ : દીવાન બલ્લુભાઈ સ્કુલ પાસે આવેલા કરન એપાર્ટમેન્ટની દિવાલ ધસી પડી

અમદાવાદ :શહેરમાં આજે રાતે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં બે કલાકમાં સરેરાશ બે ઇંચ વરસાદ પડ્યો છે . શહેરમાં વરસાદને કારણે પૂર્વ અમદાવાદમાં પાણી ભરાઈ ગયા હતા. તેમજ પૂર્વ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ થઈ જવાની પણ ફરિયાદ ઉઠી હતી.શહેરમાં 3 કલાક માં સૈાથી વધુ 3 ઇંચ વરસાદ મેમ્કો વિસ્તારમાં પડ્યો હતો. જ્યારે સૈાથી ઓછો અડધો ઇંચ વરસાદ સાયન્સ સિટી વિસ્તાર માં પડ્યો હતો

અમદાવાદમાં કાંકરિયા ખાતે દીવાન બલ્લુભાઈ સ્કુલ પાસે આવેલા કરન એપાર્ટમેન્ટની દિવાલ ધસી પડી, અમદાવાદમાં વરસાદની જોરદાર બેટીંગ બાદ બની ઘટના. જે દિવાલ નીચે 13 ટૂ વ્હીલર્સ, 1 ઓટો દબાઈ ગઈ. ઘટનામાં કોઇ જાનહાનિ ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો. બનાવની જાણ થતા તુરંત ત્યાં પહોચી મણિનગર ફાયર બ્રિગેડની ટીમ કામે લાગી ગઈ હતી

બુધવારે રાતે 8થી 11 દરમિયાન થશે વરસાદના આંકડા મુજબ છે

વિસ્તાર – વરસાદ મિમી

ચકુંડિયા – 51
ઓઢવ – 50
વિરાટનગર – 46.50
નિકોલ – 53
રામોલ – 26.50
કઠવાડા – 32.50
પાલડી – 34.50
ઉસ્માનપુરા – 24
ચાંદખેડા – 13
રાણીપ – 18.50
બોડકદેવ – 22.50
સાયન્સ સીટી – 8.50
સરખેજ – 47.50
જોધપુર – 37.50
બોપલ – 36
દાણાપીઠ – 43
દુધેશ્વર – 42
મેમકો – 74
નરોડા -62
કોતરપુર – 54
મણીનગર – 48
વટવા – 47.50
એવરેજ – 59.66

(12:18 am IST)