ગુજરાત
News of Monday, 17th June 2019

સુરતના ડિંડોલી વિસ્તારમાં જૂની અદાવતની રીસ રાખી હુમલો કરવા આવેલ યુવાનની કરપીણ હત્યા

 સુરત:ની ડિંડોલી વિસ્તારમાં જુની અદાવતમાં હુમલો કરવા ગયેલા યુવાનને જ સામેવાળા ગુ્રપે રહેંસી નાંખ્યો હતો. યુવાન પર ચપ્પુ વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારાયો હતો.

ડિંડોલી ખરવાસા રોડ પર રૂક્ષમણી નગર સોસાયટીમાં રહેતા પ્રેમ પાટીલ અને ડિંડોલી ચિતાંચોક ખાતે રહેતાં બન્ટી વચ્ચે ઘણાં સમય પહેલાં ઝઘડો થયો હતો. ત્યારથી તેમના વચ્ચે અદાવત ચાલતી હતી. રમિયાન ચિંતાચોક ડિંડોલી ખાતે નરોધામ નગર પર બન્ટી બેઠો છે તેવી માહિતી મળતાં પ્રેમ પાટીલ જુની અદાવતમાં તેને મારવા પહોંચી ગયો હતો. જોકેપ્રેમ પાટીલ બન્ટીને મારે તે પહેલાં જ બન્ટીના સાગરિતે તેને ઘેરી લીધો હતો. બન્ટીના સાગરિતે પ્રેમ પાટીલ પર ચપ્પુ વડે હુમલો કરીને ઘા મારતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મોડી સાંજે ડિડોલી ખાતે મારામારી થયા બાદ ચપ્પુથી હુમલો કરતા લોકોમાં ભોગોડ મચી ગઈ હતી. હત્યા કરીને આરોપીઓ ફરાર થઈ ગયાં હતા. ડિંડોલી પોલીસને અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ ફરાર થઈ ગયેલા આરોપી અને હત્યા પાછળનું કારણ શોધી રહી છે.

(5:28 pm IST)