કોંગ્રેસ ફાફા મારે છે, ભાજપ રાજયસભાની બંને બેઠકો જીતશે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને વિશ્વાસ
અમદાવાદ :: ગુજરાતમાં આગામી 5મી જૂલાઈએ રાજ્યસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી પહેલાં જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણીના જાહેરનામાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયાર કરવામાં આવી છે, ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ ખાતે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ કોર્ટમાં જઈ માત્ર ફાફા મારે છે.
સીએમ રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ કોર્ટમાં જઈને ફાફા મારે છે, ભાજપ બંને બેઠકો પર ઉમેદવાર રાખશે અને બંને બેઠકો જીતશે. અગાઉ મહેસાણામાં ડે.સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે ભૂતકાળમાં પણ ગુજરાતમાં જ્યારે બેઠકો ખાલી પડી ત્યારે તેમનું અલગ અલગ મતદાન થયું હતું. આ મતદાન કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ મુજબ થઈ રહી છે, તેમાં ભાજપે કઈ લેવા દેવા નથી.