અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં સાળીની સગીરવયની દીકરીને મદદના બહાને ઘરે બોલાવી માસાએ દુષ્કર્મ આચરતા અરેરાટી મચી જવા પામી
અમદાવાદ: શહેરના દાણીલીમડામાં રહેતા યુવકની પત્ની રિસાઇને પિયરમાં ગઇ હતી, એટલે આરોપીએ પોતાની સાળીની સગીરવયની ભાણીને મદદના બહાને ઘરે બોલાવી હતી અને એકલતાનો લાભ ઉઠાવીને ભાણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસ હવસખોર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.પતિ-પત્ની વચ્ચે તકરાર થતા મદદ કરવા આવેલી ભાણી ઉપર માસાએ દાનત બગાડી ઃ હવસખોર આરોપીની ધરપકડ
આ કેસની વિગત એવી છે કે દાણીલીડા વિસ્તારમાં રહેતા યુવકને તેની પત્ની સાથે તકરાર થતાં પત્ની રિસાઇને પિયરમાં ગઇ હતી, જ્યારે બહેરામપુરામાં આરોપીની સાળીની ૧૫ વર્ષની દિકરી રહેતી હતી પોતાની મોટી બહેનના ઘરે રહેતી હતી, આરોપીએ આ સગીરાને મદદ કરવાના બહાને પોતાના ઘરે બોલાવી હતી અને એકલતાનો લાભ ઉઠાવીને તેણીની સાથે બળજબરી પૂર્વક બે વખત દુષ્કર્મ આચર્યુ હતું. જો કે મોટી બહેનને આ બનાવની જાણ થતાં તેણીએ માસા વિરુધ્ધમાં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.