ગુજરાત
News of Monday, 17th May 2021

માંગરોળના શેરીયાજબારા ગામમાંથી તંત્ર દવારા 350 થી 400 જેટલા લોકોનું સ્થળાંતર : પોરબંદરમાં પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઇશ્રીના માર્ગદર્શનથી સાંદીપનિ વિદ્યાનિકેતના દ્વારા ફૂડ પેકેટની તૈયારી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ::: ગુજરાતમાં તાઉ'તે વાવાઝોડાના સંભવિત ખતરાની પૂર્વતૈયારીરૂપે પોરબંદરમાં પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઇશ્રીના માર્ગદર્શનથી સાંદીપનિ વિદ્યાનિકેતના દ્વારા ફૂડ પેકેટની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ ફૂડ પેકેટ્સ પોરબંદર જિલ્લામાં આશ્રયસ્થાનોમાં રહેતા લોકો સુધી પહોંચાડવામાં આવશે.

માંગરોળ નું શેરીયાજ બારા ગામ જે દરીયાથી અત્યંત નજીકમાં આવેલ છે અને આ ગામ  ના લોકોનું પુંરેપુંરૂં સ્થળાંતર કરવાનું થતું હોય જેથી હાલમાં તંત્ર દવારા 350 થી 400 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તમામ લોકોને પ્રાથમીક શાળા ખાતે રખાયા છે હજુપણ 400 જેટલા લોકોનું આજ સાંજ સુધીમાં સ્થળાંતર થવાના અહેવાલ મળી રહયા છે

સ્થળાંતર થયેલા લોકોને ફુટપેકેટ આપી ને ભોજન વ્યવસ્થા કરાઇ છે અને પાણી સહીતની પુરી વ્યવસ્થા કરાઇ ચુકી છે 

જો આજ સાંજ સુધીમાં વાવાજોડું આવવાની અશર દેખાશે તો 4000 જેટલા લોકોનું સ્થળાંતર કરવાની તંત્રને ફરજ પડશે.

(4:46 pm IST)