ગુજરાત
News of Friday, 17th May 2019

રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી અંગે જિલ્લા શિક્ષણાધિકારીઓની વીડિયો કોન્ફરન્સ યોજાશે

કુલ 2136 ખાલી જગ્યાઓ સામે 3378 ઉમેદવારો મેરીટમાં છે

ગાંધીનગર :રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી મામલે આવતીકાલે  જિલ્લા શિક્ષણાધિકારીઓની વીડિયો કોન્ફરન્સ યોજાશે.આગામી 6 જૂનથી 11 જુલાઇ સુધીમાં આચાર્યની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન છે.

  આ સંદર્ભે કાલે આખરીકરણ અંગે આ મહત્વની બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાશે. જેમાં 2136 ખાલી જગ્યાઓ સામે 3378 ઉમેદવારો મેરીટમાં છે. આ મામલે 60 માર્ક્સ સરકાર આપી શકે છે અને 40 માર્ક્સ આપવાની સત્તા સ્થાનિક શાળા સંચાલકના હાથમાં છે
    ટ્રે ઉલ્લેખનીય છે કે કોર્ટ કેસના પગલે આચાર્યની ભરતી પ્રક્રિયા લગભગ 8 વર્ષથી અટવાઇ હતી. આ ભરતી પ્રક્રિયામાં નોનગ્રાન્ટેડ શાળાના શિક્ષકોના અનુભવને માન્ય રાખવામાં આવતાં શિક્ષકો હાઇકોર્ટમાં ગયા હતા.
   તાજેતરમાં જ હાઇકોર્ટે આચાર્યની ભરતી પ્રક્રિયા પરથી સ્ટે હટાવ્યો હતો. જેને લઇને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતીનો માર્ગ મોકળો બન્યો છે. ભરતી પ્રક્રિયાને પડકારતી અરજી હાઇકોર્ટે રદ કરી હતી

(10:46 pm IST)