ગુજરાત
News of Friday, 17th May 2019

કઠલાલના કઠણમાં દીકરીએ પ્રેમ લગ્ન કરતા માતાએ ઘરે જઈ માર મારતા પોલીસ ફરિયાદ

કઠલાલ: તાલુકાના કઠાણામાં રહેતી એક યુવતિએ ગામમાં જ રહેતાં એક યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. જેથી યુવતિના પરિવારજનો નારાજ હતાં. ગઈકાલે આ નારાજગીએ હદ વટાવી હતી. યુવતિની માતાએ તેના પુત્ર સાથે મળી પુત્રીના ઘરે જઈ તેણીને માર મારતાં આ બાબતે યુવતિએ માતા અને ભાઈ સામે પોલીસમાં ફરિયાદ આપી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ કઠલાલ તાલુકાના કઠાણામાં રહેતાં પુનમભાઈ હિંમતભાઈ પઢિયારની પુત્રી સાવિત્રીબેને આજથી બારેક વર્ષ અગાઉ ગામમાં જ રહેતાં અમરસિંહ સોલંકીના પુત્ર લાલસિંહ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. 

(5:33 pm IST)