ગુજરાત
News of Thursday, 16th May 2019

પશ્ચિમ બંગાળની દાઝ ગુજરાતમાં ઉતારી:અમદાવાદ એરપોર્ટ ઉપર ઋત્વિક પટેલની પોલીસ સાથે માથાકૂટ:ઉગ્ર બોલાચાલી

પાર્કિંગમાં ગાડી મુકવા બાબતે પોલીસ અને કાર્યકરો છે ઉગ્ર બોલાચાલી :કાર્યકરો પોલીસ વાન આગળ બેસી ગયા

અમદાવાદ :ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલને અમદાવાદ એરપોર્ટ પર પોલીસ સાથે માથાકૂટ થયાના અહેવાલ મળે છે જાણવા મળ્યા મુજબ  પશ્ચિમ બંગાળથી પરત ફરેલા ભાજપના નેતાએ અમદાવાદ એરપોર્ટ પર પોલીસ જોડે માથાકૂટ કરી હતી

    મળતી વિગત મુજબ ભાજપના નેતાના કહેવા મુજબ  ટ્રાફિક પોલીસે કાર ચાલકને લાફો માર્યો હતો. અને જેમાં ભાજપના કાર્યકર્તાઓએ પાર્કિંગમાં ગાડી મુકવાની બાબતે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.હતી.અને તેઓ પોલીસ વાન આગળ બેસી ગયા હતા.

  મળતા અહેવાલ મુજબ દરમ્યાન ઋત્વિજ પટેલે સત્તાનો રોફ જમાવતા એરપોર્ટ પર પોલીસકર્મીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કર્યુ હતું અને મામલો વધુ બિચકતા ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

(12:10 am IST)