ગુજરાત
News of Thursday, 17th May 2018

બગોદરા ટોલબુથ નજીક હોટલમાં પાર્ક કરાયેલ ભારત ગેસના ટેન્કરમાંથી 20 લાખનો દારૂ ઝડપાયો:ચકચાર

 

બગોદરા ટોલબૂથ નજીક આવેલી હોટલ ખાતે પાર્ક  કરેલા ભારત ગેસના ટેન્કરમાંથી દારૂનો જંગી જથ્થો ઝડપાયો છે ટેન્કરમાંથી 20 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.

   મળતી વધુ વિગત મુજબ પોલીસને મળેલ બાતમીના આધારે અમદાવાદના બગોદરા ટોલબૂથ નજીક આવેલી હોટલ ખાતે પાર્ક કરેલા ભારત ગેસના ટેન્કરમાં તપાસ કરી હતી. ટેન્કરમાંથી મોટા જથ્થામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 20 લાખ આસપાસની થાય છે.

 પોલીસે દારૂના ટેન્કરને જપ્ત કરી ગુનો નોંધ્યો છે. પોલીસ મામલે વધુ તપાસ કરી રહી છે.

(11:45 pm IST)