ગુજરાત
News of Thursday, 17th May 2018

ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં ભીષણ આગ ભભૂકી : ઐતિહાસિક સીરિયલના શૂટિંગનો સેટ આગની લપેટમાં

શૂટિંગ ચાલતું નહિ હોવાંથી જાનહાની ટળી ;ફાયબરને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

વલસાડઃ ઉમરગામમાં વૃંદાવન સ્ટુડિયોમાં ઐતિહાસિક સિરિયલના સેટ પર ભીષણ આગભભૂકી છે વૃંદાવન સ્ટુડિયોમાં એક ઐતિહાસિક સિરિયલના શૂટિંગ માટે બનાવવામાં આવેલા ભવ્ય સેટના ઉપરના ભાગે આગની શરૂઆત થઇ હતી. જોકે સેટ ફાઇબરનો બનેલો હોવાથી થોડી ક્ષણોમાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે ઘટના બની વખતે કોઈ શૂટિંગ ચાલુ હતું, એથી મોટી દુર્ઘટના ટળી હતી.

   મળતી વધુ વિગત મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામમાં આવેલા વૃંદાવન સ્ટુડિયોમા ઐતિહાસિક સિરિયલના શૂટિંગ માટે બનાવાયેલ ભવ્ય સેટના ઉપરના ભાગે આગ લાગવાની શરૂઆત થઇ હતી. સેટ ફાઇબરનો બનેલો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે સમયે સ્ટુડિયોમાં કોઈ શૂટિંગ ચાલતું હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે. બનાવની જાણ ફાયર ફાઇટરને કરી દીધી હતી. સ્ટુડિયોના કર્મચારીઓ અને કામદારોએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા. બાદમાં ઉમરગામના ફાયરફાઈટરોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક તબક્કે શોર્ટસર્કિટને કારણે સ્ટુડિયોના ઉપરના ભાગે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આગને કારણે કોઈ જાનહાનિ થઈ હતી, પણ સ્ટુડિયોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આગ શોર્ટસર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે.

(10:07 pm IST)