ગુજરાત
News of Thursday, 17th May 2018

અમદાવાદમાં ગુજરાત નોલેજ સેન્ટર ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી હબનો શિક્ષણમંત્રીના હસ્તે પ્રારંભ

અમદાવાદ ;અમદાવાદમાં ગુજરાત નૉલૅજ સેન્ટરમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી હબનો પ્રારંભ થયો છે વિદ્યાર્થીઓ નવા વિચારો ધરાવે છે, સ્ટાર્ટૅઅપ કરવા માંગતા હોય છે, પરંતુ યોગ્ય પ્લેટફોર્મના મળતુ હોવાના કારણે તેઓ પોતાનુ સ્ટાર્ટૅઅપ કરી શકતા નથી, ત્યારે વિધ્યાર્થીઓને માર્ગદર્શન મળે તથા આર્થિક મદદ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સ્ટાર્ટૅ અપ પોલીસી અપનાવવામા આવતી હોય છે, આજે ગુજરાત નોલેજ સેન્ટર ખાતે સ્ટુડન્ટસ સ્ટાર્ટૅ અપ પોલીસી હબની શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમા દ્વારા શરૂઆત કરવામા આવી હતી .

    હાલ પ્રાથમિક ધોરણે સેન્ટર સ્થાપવામા આવ્યુ છે, વિધ્યાર્થીઓના પોતાના નવા ઇનોવેશનથી સ્ટાર્ટૅઅપ કરી શકે અને તેમને મદદરૂપ થાય તે હેતુસર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટૅ અપ પોલીસી હબની શરૂઆત કરાઇ છે, સ્ટાર્ટૅ અપ માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટી ને 10 કરોડ અને ટેકનીકલ યુનિવર્સીટીને કેન્દ્ર સરકાર દ્વારા 10 કરોડની ગ્રાન્ટ ફાળવવામા આવી છે, ત્યારે ભવિષ્યમાં 30 કરોડના ખર્ચે આઠ માળનુ સ્ટાર્ટૅઅપ હબ કેસીજી સેન્ટરના પરિસરમા બનાવવામા આવશે તેવુ શિક્ષણમંત્રી દ્વારા જણાવવામા આવ્યુ હતુ.

   શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિહ ચુડાસમાએ જણાવ્યું કે, SSIP હબનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે દેશમાં ૬૫ ટકા વસ્તીની ૬૫ ટકાથી એવરેજ હોય યુવાનોને પ્રોત્સાહન અપાય છે.

(10:06 pm IST)