ગુજરાત
News of Thursday, 17th May 2018

અમદાવાદના બોપલની એશિયાટિક સ્કૂલમાં ફી મામલે NSUI દ્વારા ઓફિસમાં હોબાળો :નકલી નોટો ઉડાડી નોંધાવ્યો વિરોધ

વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ કરો :FRC એ નક્કી કરેલ ધારાધોરણ મુજબ ફી લેવા લખાણો

અમદાવાદ: બોપલ વિસ્તારની એશિયાટીક સ્કૂલમાં ફી મામલે NSUIએ સ્કૂલ સંચાલકની ઓફિસમાં ભારે હોબાળો મચાવ્યો હતો શિવરંજની પાસે આવેલી ઓફિસમાં કાર્યકરોએ નકલી નોટો ઉડાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.NSUI ઓફિસની બહાર લાગેલાં પોસ્ટરો પણ તોડી પાડ્યાં હતાં

   એશિયાટિક સ્કૂલનાં સંચાલકોની ઓફિસ શિવરંજનીમાં આવેલી છે.આ અગાઉ 10થી 15 દિવસ પહેલાં NSUનાં સભ્યોએ સ્કૂલ ખાતે વિરોધ કર્યો હતો. જો કે તેવાં સમયે સ્કૂલનાં એક પણ ટ્રસ્ટીઓ ત્યાં હાજર ન હોતા જોવાં મળ્યાં.જેને લઇને શિવરંજની ખાતે આવેલ ઓફિસ પર NSUIનાં સભ્યોએ વિરોધ કર્યો હતો. તે ઓફિસમાં જઇને ટ્રસ્ટીઓની જે ખુરશી છે તેની ઉપર નકલી નોટોનો ઢગલો કરીને તે નકલી નોટોને ઉછાળીને તેઓએ વિરોધ કર્યો હતો.

   વિરોધમાં એવાં લખાણો જોવાં મળે છે કે જો તમારે પૈસા જોઇતા હોય તો અમે તમને ખોટી નોટો આપીએ છીએ પરંતુ વિદ્યાર્થીઓને લુંટવાનું બંધ કરી દો. તેમજ જે ફી FRCએ નક્કી કરી છે તે ધારાધોરણ મુજબ ફી લેવાનું રાખો.

(8:02 pm IST)