ગુજરાત
News of Thursday, 17th May 2018

સુરતમાં અગમ્ય કારણોસર યુવાને ઘરમાંજ ફાસો ખાધો

સુરતઃ પાંડેસરા વિસ્તારમાં એક યુવકે ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ગત રોજ ઘરમાંથી લટકતી હાલતમાં મળી આવેલા યુવાને છેલ્લો વોટ્સઅપ મેસેજ એક મિત્રને કર્યો હતો. જેમાં લખ્યું છે કે, આઈ લવ યુ દોસ્ત, છેલ્લીવાર કોલ કર્યો હતો. પણ ઉડાવ્યો નહીં. મારી મમ્મીનું ધ્યાન રાખજે. બાય દોસ્ત ગલતી-સલતી માફ કરજે.

પાંડેસરા વિસ્તારમાં આવેલી ભગવતી નગર સોસાયટીમાં અરૂણ ઉર્ફે ગોલ્ડન ગોપાલ ઠાકુર(ઉ.વ.23) પિતા સાથે રહેતો હતો. અને એમ્બ્રોઈડરી કારખાનામાં ડિઝાઈનર તરીકે કામ કરતો હતો. ગત રોજ પિતા મીલ પર કામે ગયા હતા. દરમિયાન એકલતાનો લાભ લઈ અરૂણે ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ અરૂણ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જેને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ આપઘાતના કારણ અંગે તપાસ કરી રહી છે. જોકે, હાલ આપઘાતનું કારણ અકબંધ છે.

(6:07 pm IST)