ગુજરાત
News of Thursday, 17th May 2018

વિદેશ મોકલવાના બહાને 100 વધુ લોકો સાથે છેતરપિંડી આચરનાર હાલોલના સૂત્રધાર સહીત ચારનીધરપકડ

વડોદરા:વિદેશ વાંચ્છુકોને મલેશિયા મોકલવાના બહાને ૧૦૦થી વધુ લોકો સાથે ઠગાઈ કરનાર હાલોલના મુખ્ય સુત્રધાર સહિત ચારની પીસીબી પોલીસે ધરપકડ કરી તેઓને મકરપુરા પોલીસના હવાલે કર્યા હતા. શહેરના તરસાલી વિસ્તારમાં મોતીનગરમાં રહેતો ભાવેશ નીકમે શહેર પીસીબી શાખામાં જાણ કરી હતી કે હાલોલમાં રહેતો મયુર વાળંદ નામના ઈસમે મલેશિયા ખાતે શોપમાં નોકરી આપવાની લાલચ આપી તેની પાસેથી ૧૫ હજાર રૂપિયા લીધા છે. પરંતું હજુ સુધી મલેશિયા મોકલ્યો નથી અને મયુરે અન્ય યુવકો સાથે પણ આ રીતે ઠગાઈ કરી છે. આ વિગતોના પગલે મયુરને ઝડપી પાડવા માટે પીસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હતી. ટ્રેપ મુજબ ભાવેશ દ્વારા મયુર વાળંદને કેહવામાં આવ્યું હતું કે તેની જેમ બીજા ૭ માણસો મલેશિયા જવા માટે તૈયાર છે તો તમે ક્યારે આવશો? જેમાં મયુરે ,હું ફોન કરીને આવીશ તેવી જાણ કરી હતી પરંતું વધુ ૭ યુવકો પાસેથી નાણાં ખંખેરવાની લાલચે તે ફોન કર્યા વિના જ સીધો વડોદરામાં આવ્યો હતો. મયુર અત્રે આવ્યાની જાણ થતાં જ પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ એમ વ્યાસ સહિતના સ્ટાફે તુરંત તરસાલી બસ સ્ટેન્ડ પર પહોંચી મયુર અરંવિદ વાળંદ (સ્વામીનારાયણ નગર, કંજરીરોડ ,હાલોલ)સહિત ચાર વ્યકિતઓને ઝડપી પાડયા હતા.
 

(6:05 pm IST)