ગુજરાત
News of Thursday, 17th May 2018

કાંકરેજના શિહોરીની સંજીવની હોસ્પિટલમાં રેકોર્ડની બેદરકારીના લીધે સોનોગ્રાફી મશીન સીલ કરાયા

કાંકરેજ:ના શિહોરીની સંજીવની હોસ્પિટલમાં આજે જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.અરૂણ આચાર્ય અને ટીમ તપાસ અર્થે પહોંચી હતી. જ્યાં બે પ્રસુતા મહિલાઓની સોનોગ્રાફી લગતી ચકાસણી તબીબે કરી હતી. જો કે, આ ચકાસણીનું રેકર્ડ ન નિભાવતા હોવાની બેદરકારી બહાર આવી હતી અને જે મામલે જિલ્લા આરોગ્ય અધિકારી અને ટીમ દ્વારા ર્ડા.નરેન્દ્ર ઠક્કરની સંજીવની હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન શીલ કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.અરૂણ આચાર્યએ જણાવ્યું હતું જિલ્લામાં રજીસ્ટર સોનોગ્રાફીની તપાસણી કરવા અને પી.સી. એન્ડ પીએનડીટી એક્ટના અમલીકરણમાં ક્ષતિઓ જણાય તો સંબંધીત ક્લીનીકના સંચાલક અથવા તબીબ વિરુદ્ધ શિક્ષાત્મક પગલા લેવા કાયદામાં જોગવાઈ છે. જેમાં ે આજે પંચો રૂબરૂ શિહોરીના ર્ડા.નરેન્દ્ર ઠક્કરની સંજીવની હોસ્પિટલ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં કુલ બે પ્રસુતા મહિલાઓની સોનોગ્રાફી મશીનના મોનીટરીંગથી તપાસકરાઈ હતી. જોકે, આ તપાસ જે રેકર્ડ નિભાવવાનું હોય છે તે રેકર્ડ સંબંધીત તબીબે નિભાવેલ ન હોવાની ગંભીર ક્ષતિ તપાસમાં બહાર આવી હતી. જેથી કાયદા મુજબ ર્ડા.નરેન્દ્ર ઠક્કરની સંજીવની હોસ્પિટલ ખાતે આવેલું સોનોગ્રાફી મશીન તપાસ અર્થે સીલ કરાયું છે.
 

(6:04 pm IST)