ગુજરાત
News of Thursday, 17th May 2018

ખેડાના ચોકમાં જામીન પર છૂટી ફરાર થયેલ આરોપીની ધરપકડ

ખેડા: ટાઉન પોલીસ ગઈકાલે રાત્રે પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન માહિતી મળેલ કે ખેડા સરદાર ચોકમાં રહેતો દિલીપભાઈ સોમાભાઈ વાઘેલા જે વડોદરા મધ્યસ્થ જેલમાંથી ગત તા.૨૨-૪-૧૮ના રોજ પોતાના દીકરાની ચૌૈલ ક્રિયામાં હાજર રહેવા માટે દસ દિવસની રજા લઈ ઘરે આવ્યો હતો. ત્યારબાદ રજા પૂર્ણ થવા છતાં વડોદરા જેલમાં હાજર થયો ન હતો. આ આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો.
આ આરોપી ખેડા સરદાર ચોકમાં આવવાનો છે તેવી માહિતી મળતા ગોઠવેલ વોચ દરમિયાન દિલીપભાઈ સોમાભાઈ વાઘેલા (રહે. વૈધવાડા, ખેડા) ઝડપાઈ જવા પામ્યો હતો. આરોપીને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપવા પોલીસે તજવીજ હાથ ધરી છે. પકડાયેલા આરોપી સામે માતર પોલીસ સ્ટેશનમાં ઈપીકો ૩૦૨,૩૦૭ નો ગુનો નોંધાયો હતો. આ કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર હતો.
 

(6:03 pm IST)