ગુજરાત
News of Thursday, 17th May 2018

અમદાવાદના કોટ વિસ્તારના 386 મકાનો ભયજનક જાહેર : નોટિસ ફટકારી તાકીદે ખાલી કરવા આદેશ

ખાડિયા વિસ્તારમાં સૌથી વધુ 117 અને દરિયાપુરમાં 103 મકાનો ભયજનક

અમદાવાદ મહાનગર પાલિકાએ કોટ વિસ્તાર એટલે કે મધ્યઝોનમાં આવેલા 386 મકાનોને ભયજનક જાહેર કર્યા છે મ્યુનિ.એ અગમચેતીના ભાગરૂપે ચોમાસા પહેલા તમામ મકાન માલિકોને નોટિસ ફટકારી તાકીદે મકાન ખાલી કરવા આદેશ કર્યો છે

  ચોમાસુ શરૂ થયા પહેલા અમદાવાદ મ્યુનિ.એ ભયજનક મકાનનો સર્વે હાથધર્યો હતો. જેમાં મધ્યઝોનમાં 386 મકાનો ભયજનક હોવાનું જણાવ્યુ હતુ જે રહેવાની દ્રષ્ટિએ જોખમરૂપ છે. જે ચોમાસુ બેસે તે પહેલા જ ખાલી કરવા મકાન માલિકોને નોટિસ આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જ્યાં મધ્યઝોનમાં આવેલા ખાડિયા વિસ્તારમાં સૌથી વધુ 117 અને દરિયાપુરમાં 103 મકાનો ભયજનક હોવાનું બહાર આવ્યુ છે.

 કોટ વિસ્તાર હેરિટેજ સાથે સંકળાયેલો હોવાથી આ વિસ્તારમાં વર્ષો જૂના મકાનો છે જે મકાન માલિકો રિપેર કરવાની તસ્દી શુધ્ધા લેતા નથી. જો ચોમાસામાં કોઇ મકાન ધરાશાયી થાય તો મોટી જાનહાની થાય તેમ છે જેના કારણે મ્યુનિ.એ ભયજનક મકાનોની યાદી તૈયાર કરી યુધ્ધના ધોરણે ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં દરિયુપુર, ખાડિયા, શાહપુર,જમાલરપુર,અસારવા, શાહિબાગ વોર્ડનો સમાવેશ થાય છે.

(1:44 pm IST)